વડોદરામાં દારૂ પીને જાહેરમાં વાહનો ચલાવી રહેલા પીદ્ધડો સામાન્ય જનતા માટે ખતરો બની રહયા છે ત્યારે હવે આવા ઈસમો પોલીસના વાહનોને નિશાન બનાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે, ટોયોટા ઇટીઓસ કાર લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસેથી નીકળેલા એક દારૂ પીધેલા યુવાને પોલીસની શી ટીમની જીપ તેમજ એક પોલીસ મીની બસ પોલીસ વાનની આગળ ઉભેલી ત્રણ જેટલી મોટર સાઇકલને ટક્કર મારતા પોલીસ વાહનોને નુકશાન થયું હતું.
ટોયોટા કારનો ચાલક બ્રિજેશ પરમાર ચિક્કાર દારુના નશાની હાલતમાં ધુત્ત થઈને કાર હંકારતો હોવાનું ખુલ્યું હતું પોલીસે નશામાં ધુત્ત નબીરા બ્રિજેશ પરમારની ધરપકડ કરી કાર તેમજ મોબાઈલ ફોન મળીને રૂપિયા 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસના વાહનોને બિન્દાસ ઉડાવનાર કાર ચાલક બ્રિજેશ પરમાર જ્યારે કારમાંથી ઉતાર્યો ત્યારે, તેની આંખો લાલઘૂમ હતી,લથ્થડીયા ખાતો હતો
અને બોલવામાં પણ તેની જીભ થોઠવાતી હતી પોલીસે જ્યારે તેનું મોંઢુ બ્રિથએનેલાઇઝરથી તપાસ કરી ત્યારે તેણે દારૂનો નશો કર્યો હોવાનું સામે આવ્યું હતું.
આમ,હવે પીધેલાઓ જાહેરમાં વાહનો લઈને ફરી રહયા છે અને પોલીસના વાહનો ઉડાવી રહયા છે ત્યારે સવાલ એ થાય છે કે વડોદરામાં કેટલો છૂટથી દારૂ મળતો હશે ?