દેશમાં છેડતીના ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે અને રોમિયો બેફામ બન્યા છે ત્યારે મહિલા પોલીસની ખાસ સી ટીમ આવા રોમિયોને પકડીને સીધા કરી રહી છે પણ હવેતો પોલીસ વિભાગમાં નોકરી કરતી મહિલાઓ પણ સુરક્ષિત નથી અને તેમના ઉપરી સાહેબજ છેડતી કરતા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
જેમાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર કે જેઓ હાલ વડોદરા આદિજાતિ વિકાસ સેલના DYSP તરીકે ફરજ બજાવે છે તેઓ સામે મહિલા PSI એ છેડતીની ફરિયાદ કરતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે.
તેઓ જ્યારે ભરૂચમાં પીઆઇ હતા ત્યારે મહિલા પોલીસને પોતાની ચેમ્બરમાં બોલાવી કહેતા હતા કે
‘શુ ચાલે છે, ડિયર. તમે એકલા જ રહો છો ને. હું પણ એકલો જ રહું છું. ક્યાંક એકલા મળી ને થોડો લાભ આપો,બહુ જ મજા આવશે’ !! કહી મુલાકાત ગોઠવવાનું દબાણ કરતો હતો.
ભરૂચ બી ડિવિઝનનો તત્કાલીન પીઆઈ બીએમ પરમાર હાલ વડોદરામાં ડીવાયએસપી તરીકે કાર્યરત છે. પરમાર સામે જે મહિલા કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે તેમાં લખાવ્યું છે કે, બીએમ પરમાર પોતાની ચેમ્બરમાં બોલાવી એકાંતમાં મળવાની અઘટિત માગણી કરતો અને મહિલા અધિકારીઓને ખરાબ નજરે જોઈ રહેતા હોવાનું જણાવ્યું છે.
ફરિયાદી મહિલા PSI સહિત અન્ય બીજી પોસઇ તેમજ બે મહિલા પોલીસ કર્મચારીને આ PI પરમારે અલગ અલગ સમયે અલગ અલગ વખત જુદા જુદા બહાના હેઠળ પોતાની કેબિનમાં બોલાવી હતી.આટલું જ નહીં PI ની ચેમ્બરમાં બોલાવી કલાકો ઉભા કે બેસાડી રાખી અશ્લિલતાની હદ વટાવતા મહિલા પોલીસ કર્મચારીઓ તેનાથી કંટાળી ગઈ હતી.
જે તે સમયે મહિલા 2 PSI અને અન્ય 2 કર્મચારી આ PI સામે ફરજ અને કાયદાકીય રીતે કઈ કરી શક્યા ન હતા.
જોકે,બાદમાં PI ની આવી હરકતો અંગે રજૂઆતો થતા પોતાની જ સહ કર્મચારી મહિલાઓનું શોષણ કરતા બી.એમ.પરમાર સામે ફરિયાદ દાખલ કરી છે. જેની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ ને સોંપવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.