આજે અષાઢ સુદ ૧૧ થી પાંચ દિવસ સુધી મોળાકત ગૌરીવ્રત નો પ્રારંભ થયો છે, આ વ્રતનું શાસ્ત્રોમાં અનેરા મહત્વનું વર્ણન છે. બાળાઓ આ વ્રત કરે છે જેઓ મીઠા વગર ફરાળ કરે છે તેથી મોળાકત પણ કહેવાય છે આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
સતત પાંચ દિવસ સુધી અન્નનો ત્યાગ કરી અને મીઠા નમક વગરની ફરાળી ચીજો ખાવામાં આવે છે.
અષાઢ સુદ એકાદશીને દેવ પોઢી એકાદશી એટલે દેવશયની એકાદશી કહેવાય છે. ભગવાનનો શયન કરવાનો દિવસ તે દિવસથી ચાતુમાર્સનો પ્રારંભ થાય છે.
ભગવાન ચાર માસ માટે સુઇ જાય અને છેક કારતક સુદ એકાદશી-પ્રબોધિની એકાદશીના દિવસે જાગે છે. અષાઢી એકાદશી એટલે અહમ ને દાટી દઇ પ્રભુની શકિતથી જ બધું મળ્યું છે, મળે છે અને જે મળ્યું છે, તે તેનું છે એ ભાવના વ્યકત કરવાનો દિવસ છે.
આજથી મોળાકત વ્રતનો બાળાઓએ પ્રારંભ થયો છે.આ વ્રતને મોળાકત, મોળાવ્રત કે ગૌરીવ્રત પણ કહે છે.
આ વ્રતમાં બાળાઓ મીઠા (નમક) વિનાનું ભોજન લે છે. આ વ્રત પાંચ દિવસ ચાલે છે. બાળાઓ ઘઉંના જવારા વાવી વહેલી સવારે પૂજન કરશે. આ વ્રત કરવાથી બુદ્ધિશકિતમાં વધારો થાય છે અને વિદ્યાબળ પણ પ્રાપ્ત થાય છે.