એક તરફ ચોમાસુ શરૂ થયું છે તે સાથેજ હવે મચ્છરો અને પાણીજન્ય રોગોનું પ્રમાણ પણ વધશે પણ સાથેસાથે કોરોનાના કેસ પણ વધી રહયા હોય તંત્ર દ્વારા લોકોને બને તેટલી તકેદારી રાખવા કહેવામાં આવી રહ્યું છે તેવે સમયે ગુજરાતની વાત કરવામાં આવેતો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 185થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 426 દર્દી સાજા થયા છે.
એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો આ આંકડો 4200ને પાર પહોંચી ગયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.78 ટકા થયો છે. જ્યારે સતત સાતમા દિવસે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4214 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 4208 દર્દીઓની હાલત સ્થિર છે.
આમ કોરોનાના કેસ વધી રહયા છે પણ સદનસીબે મૃત્યુઆંક નજીવો હોવાથી રાહત છે છતાંપણ લોકોને કોરોના થી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી રહી છે.