આગામી 24 કલાકમાં ગુજરાત સહિત પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, તટીય અને દક્ષિણ આંતરિક અને તેલંગાણામાં પણ ભારે વરસાદ માટે એલર્ટ અપાયુ છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર સર્જાતા જેસલમેર, કોટા, દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશથી ઓડિશાના ગોપાલપુર સુધી અને પછી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાતના દરિયા કિનારેથી મહારાષ્ટ્રના દરિયા કિનારે સિસ્ટમ સક્રિય હોય વરસાદની અગાહી કરવામાં આવી છે.