મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને સત્તા પરથી હટાવ્યા બાદ એકનાથ શિંદેએ શિવસેના પર કબજો કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે.
સોમવારે સીએમ એકનાથ શિંદેએ જૂની કમિટીને બરતરફ કરીને નવી રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત કરી હતી.
આ દરમિયાન સંજય રાઉતે કોઈનું નામ લીધા વગર એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો છે. તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કાવ્યાત્મક શૈલીમાં લખ્યું છે કે “ફેણને કચડી નાખવાનું કૌશલ્ય પણ શીખો, સાપના ડરથી જંગલ છોડશો નહીં.” આ ટ્વિટના અંતે, તેમની પરિચિત શૈલીમાં ,’જય મહારાષ્ટ્ર!!’ પણ લખ્યું.
વાસ્તવમાં, ઉદ્ધવ ઠાકરે આ દિવસોમાં શિવસેના પર નિયંત્રણ માટે લડી રહ્યા છે. તેઓ અને તેમનો પક્ષ અધવચ્ચે અટવાઈ ગયો છે. 55માંથી 40 ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે. આ ઉપરાંત કાઉન્સિલરોએ પણ બળવો કર્યો છે. સાંસદ શિંદે જૂથના સંપર્કમાં હોવાના અહેવાલો પણ છે.
આ બાજુ સંજય રાઉત સતત નિવેદનો કરીને વિવાદ વધારી રહયા છે પણ તેઓના નિવેદનો હાસ્યાસ્પદ લાગી રહયા છે કારણકે તેઓ સતત અનાપ સનાપ બોલતા રહયા અને શિવસેના તૂટી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે.