ચીનમાં વસતા મુસલમાનોને ચીની સંસ્કૃતિ મુજબ રહેવાની ટેવ પાડવા શી જિનપિંગે સ્પષ્ટ સૂચના આપી છે.
ચીનમાં આવેલા શિનજિયાંગ વિસ્તારમાં ઉઈગર મુસ્લિમો મોટી સંખ્યામાં રહે છે જેઓ પોતાની ઉપર દમનની ફરિયાદો અવારનવાર કરતા રહેતા હોય ચાઈનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ શિનજિયાંગ પ્રાંતની મુલાકાત લઈ અહીં વસતા મુસ્લિમ સમુદાયને સ્પષ્ટપણે કહ્યું હતું કે ચીનમાં ઈસ્લામ ભલે હોય પણ તેનો અભિગમ ચાઈનીઝ જ હોવો જોઈએ. જિનપિંગે કહ્યું હતું કે દેશમાં જે ધર્મો હોય તે ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અનુસરવામાં આવતી વ્યવસ્થા સાથે અનુકૂલન સાધવા જણાવ્યું હતું.
શીએ અશાંત શિનજિયાંગ પ્રદેશની મુલાકાત લીધી હતી, જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી ચીની સુરક્ષા દળોએ પ્રાંતની બહારના હાન ચાઇનીઝની વસાહતોને લઈને ઉઈગર મુસ્લિમોના વિરોધને નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા છે.
આ મામલે ઉઈગર મુસ્લિમો પર અત્યાચાર થતો હોવાના આરોપો અમેરિકા સહિતના કેટલાક દેશોએ લગાવ્યા હતા.
શી જિનપિંગે અહીં વસતા મુસલમાન સમુદાયને ચીનની સંસ્કૃતિમાં રહી ચાઈનીઝ અભિગમ મુજબ ધર્મ પાળવા જણાવ્યું હતું.