ખનીજ ચોરી કરનારા માફિયાઓએ ઉપાડો લીધો છે અને હવેતો ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ગાંઠતા નથી અને હદ તો ત્યારે થઈ કે હરિયાણાના નૂહમાં ખનન માફિયાઓને ઝડપી લેવા રેડ કરવા સ્થળ ઉપર ગયેલા ડીએસપીને ડમ્પરથી કચડીને હત્યા કરી નાખતા ભારે સનસનાટી મચી ગઇ છે.
તાવડુ વિસ્તારના પંચગામમાં પહાડી વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદે ખનન ચાલતું હોવા અંગે બાતમી મળતા ડીએસપી સુરેન્દ્ર સિંહ પોલીસ ફોર્સ સાથે જાતેજ દરોડા પાડવા ગયા હતા.જ્યાં ડીએસપી પોતાની ગાડી પાસે ઉભા હતા તેઓને ડમ્પરથી કચડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
આજે મંગળવારે બપોરે 12.15 વાગે આ ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.
પંચગામમાં પહાડીમાં મોટા પાયે ડીએસપી સુરેન્દ્ર સિંહ પોલીસ ટીમ સાથે પહાડી વિસ્તારમાં દરોડા પાડવા પહોંચ્યા હતા. તેમણે ઘટનાસ્થળે ખનન કરતા માફિયાઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો તો તેમણે DSP પર પથ્થર ભરેલું ડંપર ચડાવી દીધું હતું. એ સમયે ડીએસપી સુરેન્દ્ર સિંહ તેમની સરકારી ગાડી પાસે ઊભા હતા. ડમ્પરની ટક્કર વાગતાં તેઓ નીચે પડી ગયા હતા અને ડમ્પર તેમના પરથી પસાર થઈ ગયું હતું.
સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. આ ઘટના પછી મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
ઘટના પછી આરોપીઓ ભાગી ગયા છે. પોલીસે આરોપીઓને શોધવા સર્ચ- ઓપરેશન શરૂ કરી દીધું છે.
DSP સુરેન્દ્ર સિંહ હત્યા કેસમાં ગૃહમંત્રી અનિલ વીજે કહ્યું હતું કે મેં કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. જેટલી ફોર્સ લગાવવી પડે એ લગાવીશું અને ખનન-માફિયાને બક્ષવામાં નહિ આવે.