વડોદરાના ડભોઇ પંથકમાં ભારે વરસાદ પડતાં ઢાઢર અને દેવ નદીમાં બીજીવખત ઘોડાપૂર આવતા નદી કિનારાના 14 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં અને ડભોઇમાં વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદીમાં ફરી ઘોડાપૂર આવતાં તેણે અનેક ગામો અસરગ્રસ્ત બન્યા છે.
વડોદરાના ડભોઈ પંથકમાં નદીઓમાં પુર સ્થિતિ ઉભી થતા દંગીવાડા, પ્રયાગપુરા, કરાલી પુરા, નારણપુરા, વિરપુરા, બંબોજ, ગોવિંદપુરામાં ઢાઢરના પાણી ફરી વળ્યા હતા. દંગીવાડા જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવા સાથે ખેતરોમાં પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો બંધ થતાં લોકોની અવર-જવર બંધ થઇ છે. આ સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા 14 ગામોને એલર્ટ કરાયા છે.ડભોઇમાં અત્યારસુધી સીઝનનો કુલ વરસાદ 27 ઇંચ પડી ચૂકયો છે.
આમ,ડભોઈ પંથકમાં પાણીને લઈ સ્થિતિ હજુપણ ખરાબ છે અને લોકો ભયના ઓથાર વચ્ચે જીવી રહયા છે.