હરિયાણા-ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મીને કચડીને હત્યા કરવાની છેલ્લા 24 કલાકમાં ત્રીજી ઘટના બનતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી ગઇ છે.
આણંદ જિલ્લાના બોરસદમાં ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસકર્મી રાજ કિરણે ટ્રકને રોકવાનો પ્રયાસ કરતાં તેને ટ્રક નીચે કચડી નાખવાના બનાવે ભારે ચકચાર જગાવી છે,ગંભીર રીતે ઘાયલ પોલીસ કર્મચારી રાજ કિરણનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
આ અગાઉ ઝારખંડની રાજધાની રાંચીમાં, પશુ તસ્કરોએ વાહન ચેકિંગ દરમિયાન સંધ્યા ટોપનો નામની મહિલા સબ-ઇન્સ્પેક્ટર ઉપર વાહન ચડાવી દઈ તેઓની કચડીને હત્યા કરી છે જ્યારે આવીજ અન્ય ઘટનામાં હરિયાણાના નૂહ જિલ્લામાં ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણ ઉપર ખનીજ ચોરી અંગે રેડ કરવા ગયેલા નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી)ને ખનીજ માફિયાઓ એ ડમ્પર નીચે કચડી નાખી હત્યા કરી નાખી હતી અને હવે ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદમાં પોલીસકર્મી રાજ કિરણ ઉપર ટ્રક ચડાવી હત્યા થતા માત્ર 24 કલાકમાં ત્રણ પોલીસ કર્મીઓ ની વાહન નીચે કચડીને હત્યા થતા ભારે હાહાકાર મચી ગયો છે.