ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રેતી માફિયાઓ, ખાણ-ખનીજ માફિયાઓ અને ગૌ તસ્કરોએ ઉપાડો લીધો છે અને તેઓ સામે તંત્ર લાચાર છે. રાજ્ય સરકારો, તેમનું વહીવટીતંત્ર અને માફિયાઓ સામે પગલાં ભરવાની સમગ્ર પ્રક્રિયા માંય કાંગલી સાબિત થઈ છે.
ગતરોજ માત્ર 24 કલાકમાં ત્રણ પોલીસકર્મીઓની હત્યા થઈ જેના અહેવાલોએ લોકોને ચોંકાવી મૂક્યા કારણ કે જો પોલીસને જ આ ગુંડાઓ ગણતા ન હોય ત્યાં સામાન્ય જનતાનું શુ ઉપજે તે વાત ખુબજ ગંભીર છે. ગતરોજ હરિયાણાના નુહમાં ખાણ માફિયાઓએ DSP કક્ષાના પોલીસ અધિકારી સુરેન્દ્ર સિંહને ડમ્પર નીચે કચડી નાખ્યા હતા. આ દરમિયાન, ઝારખંડમાં પણ એક મહિલા સબ-ઇન્સ્પેક્ટર સંધ્યાને રસ્તા વચ્ચે જ ગૌતસ્કરોએ વાહન નીચે કચડીને મારી નાખ્યા હતા જ્યારે ગુજરાતમાં બોરસદમાં ટ્રકવાળા એ પોલીસ કર્મીને ટ્રક ચડાવી હત્યા કરી.
આ બનાવો 24 કલાકમાં જ બન્યા જે ગંભીર છે જે આપણી સિસ્ટમની વાસ્તવિકતા ઉજાગર કરે છે.
ગુજરાતમાં પણ નદી તટ ઉપર આખી રાત રેતીના ડમ્પરો અવર-જવર કરે છે. નર્મદા નદીઓમાં સતત રેતી મારી કરવામાં આવી રહી હતી, પરંતુ ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, રેતી માફિયાઓ, ખાણ માફિયાઓ કે ગૌ તસ્કરો બેફામ બન્યા છે. તાજેતરમાં વલસાડમાં છેક મુંબઇથી ગૌ તસ્કરો આવતા હોવાની વાત સામે આવી છે,જેમાં પણ પોલીસ અને ગૌરક્ષકો ભોગ બન્યા છે, વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ કડક એક્શન લેતા મુંબઈ-મહારાષ્ટ્રથી આવતા ગૌ તસ્કરો ફફડી ઉઠ્યા હતા.
જોકે,રેતી,માટી,ખનીજ ચોરી અને ગૌ તસ્કરી મામલે ફરિયાદો સતત ઉઠતી રહે છે અને આ ધંધામાં સામેલ ઈસમો એટલા બધા બિન્દાસ બની ગયા છે કે કોઈને ગાંઠતા નથી ત્યારે હવે આ બદી ક્યારે અને કાયમ માટે કોણ બંધ કરાવશે ? તે સવાલનો જવાબ કોઈની પાસે નથી.