દેશમાં કૌભાંડીઓને જલસા પડ્યા છે બેફામ મોંઘવારીમાં જનતા પીસાઈ રહી છે અને નેતાઓ પૈસા ભેગા કરવામાં પડ્યા છે,અનેક નેતાઓના નામ ગેરરીતિમાં ઉછળી રહયા છે ત્યારે
પશ્ચિમ બંગાળના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીના નજીક ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે શુક્રવારે EDએ દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં મુખર્જીના ઘરમાંથી 20 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા. તપાસ એજન્સીને શંકા છે કે આ રૂપિયા સ્કૂલ સેવા આયોગ (SSC) કૌભાંડમાંથી મેળવ્યા છે.અર્પિતા મુખર્જીના ઘર પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, તમને જણાવી દઈએ કે અર્પિતા પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની નજીક છે. આ દરોડા કેટલાક કલાકોથી ચાલી રહ્યા હતા જેમાં લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર દરોડાની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં નોટોનો પહાડ દેખાય છે. બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડ મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલામાં EDને અર્પિતા વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા હતા, ત્યારબાદ જ્યારે એજન્સીએ તેના ઘરે દરોડા પાડ્યા ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
તમને જણાવી દઈએ કે આ કૌભાંડની યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે. જેમાં મંત્રી પાર્થ ચેટર્જી, આલોક કુમાર સરકાર, રાજ્યના શિક્ષણ મંત્રી માણિક ભટ્ટાચાર્ય, કલ્યાણ મોય ગાંગુલી જેવા મોટા નામ સામેલ છે. બંગાળ ભરતી કૌભાંડમાં આ તમામ લોકોના નામ સામે આવ્યા છે. પરંતુ EDએ અર્પિતા સામે મોટી કાર્યવાહી કરી છે. જ્યાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને 20 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે.
EDના અધિકારી SSC ભરતી કૌભાંડ અંતર્ગત પાર્થી ચેટર્જીની પૂછપરછ કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ SSCના માધ્યમથી શિક્ષકોની નિમણૂંક માટે કરોડો રૂપિયાની લેવડદેવડ કરાઈ છે. જ્યારે આ કૌભાંડ થયું, ત્યારે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા.