રાજ્યમાં એક તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ સતત મુલાકાતે આવી રહયા છે તો ભાજપના અમિત શાહ અને નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતની મુલાકાતમાં વધારો કર્યો છે.
કેન્દ્રમાંથી નેતાઓની ગુજરાતમાં વધેલી મુલાકાતો અને ઉદ્ઘાટન કાર્યક્રમો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આજે 23-24 જુલાઈના રોજ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે.
તેઓ આજે તા. 23 જુલાઇએ સવારે અમદાવાદ પહોંચશે અને સવારે 11 કલાકે NFSUમાં ગૃહ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી વિશ્વાસ પ્રોજેક્ટ અને E-FIR પ્રોજેકેટનો આરંભ કરાવશે.
ત્યારબાદ બપોરે 3 વાગ્યા પછી માણસાની મુલાકાત લેશે.
જ્યાં અક્ષયપાત્ર રસોડા, માણસા પુસ્તકાલયનું નિરીક્ષણ કરશે. તે બાદ નગરપાલિકા હોલ, માણસા સિવિલ અને ચંદ્રસર તળાવની પણ મુલાકાત લેશે. આવતીકાલે 24 જુલાઇએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાજરી આપનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ માસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની બીજી મુલાકાત છે,આ અગાઉ પહેલી અને બીજી જુલાઈના રોજ રાજ્યની મુલાકાતે હતા. તેમણે પહેલી જુલાઈના રોજ અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં હાજરી આપી હતી,ત્યારબાદ વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતુ.