આજકાલ રણવીરનાન્યૂડ ફોટોશૂટ ભારે ચર્ચામાં છે અને લોકોની જુદીજુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે જોકે, રણવીરના ન્યૂડ ફોટો જોઈ દીપિકા સૌથી વધુ પ્રભાવિત થઇ હતી. એક્ટ્રેસને આ ફોટોશૂટ વિશે પહેલાંથી જ ખબર હતી. આ ફોટોશૂટનો કોન્સેપ્ટ પણ ખૂબ ગમ્યો હતો. નવાઈની વાત તો એ છે કે ઇન્ટરનેટ પર તસવીર શેર કરતાં પહેલાં દીપિકાને બતાવવામાં પણ આવી હતી.
દીપિકા હંમેશા રણવીરની સાથે હોય છે અને તે સૌથી મોટી ચિયર લીડર રહી છે. તો રણવીર કંઈક અલગ કરવાની વાત કરે છે ત્યારે દીપિકા હંમેશાં તેને સાથ આપે છે.
રણવીર ના ન્યૂડ ફોટો અંગે
પ્રિયંકા ચોપરાએ પણ રણવીરના આ ફોટોશૂટ પર ફાયર ઇમોજી સાથે કમેન્ટ પણ કરી હતી, ‘મેજર.’
મહીપ કપૂર અને મનીષ મલ્હોત્રાએ પણ રણવીરના ફોટા કમેન્ટ કરી હતી. મસાબા ગુપ્તાએ લખ્યું, ‘બેસ્ટ કવર ફોટોશૂટ જે આ દેશે ભાગ્યે જ જોયું છે.’
બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ રણવીરના આ ફોટોશૂટ પર ઘણા સવાલ ઉઠાવ્યા છે. મિમી ચક્રવર્તીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘રણવીરના આ ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. મોટા ભાગના લોકો તેના પર ફાયર ઇમોજી પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કોઈ છોકરીએ આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું હોત તો શું લોકો તેનાં વખાણ આ રીતે કરત? અથવા તો અત્યારસુધીમાં તેનું ઘર બળીને ખાખ થઈ કરી દીધું હોય.’
શું કહ્યું રણવીરે?
બીજી તરફ એક ઇન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે, તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી.