રાજ્યમાં ‘દારૂબંધી’ની વાતો માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે અને હવેતો નેતાઓ પણ દારૂ પીને જાહેર કાર્યક્રમમાં દેખાઈ રહયા છે પણ પોલીસ તેઓ સામે બ્રેથ એનાલાઈઝરથી તપાસ કરી શકતી નથી તે જુદી વાત છે,તે માત્ર સામાન્ય લોકો માટે કાયદો હોય તેવું લાગી રહ્યું છે, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મીકાંત વસાવા એક કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મહિલા મંત્રી સાથે દારૂ પીધેલી હાલતમાં હાજર રહ્યા હોવાની વાતે ભારે ચર્ચા જગાવી છે, કાર્યક્રમના સ્ટેજ સુધી નેતા લથડીયા ખાતા ખાતા પહોંચ્યા ત્યારે ઉપસ્થિત લોકોમાં ભારે રમૂજ ફેલાઈ હતી. જોકે,સ્ટેજ પર પહોંચ્યા તો જિલ્લા પ્રમુખ ઉંધી ગયા હતા.
છોટા ઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ દરમિયાન
રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર પણ હાજર રહયા હતા તેઓ પણ આ બધું જોઈ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.
નેતા રશ્મિકાંત વસાવા વારંવાર નશામાં જોવા મળતા હોય કાર્યકરો પણ મૂંઝાઈ ગયા છે અને તેઓને કાર્યક્રમમાં કેવી રીતે બોલાવવા તે મુદ્દે ભારે ધર્મસંકટ ઉભું થયાની ચર્ચા છે.
આમ,ગુજરાતમાં દારૂબંધી કેટલી અસરકારક છે તે આ કિસ્સો ઘણું બધું કહી જાય છે.