દેશમાં કોરોનાની આગેકૂચ જારી રહી છે આજે આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે (24 જુલાઈ)ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,52,200 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ 2100 વધુ છે.
દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે (24 જુલાઈ)ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,52,200 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ 2100 વધુ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,279 નવા કેસ નોંધાયા છે અને 18,143 લોકો સ્વસ્થ પણ થયા છે. આ દરમિયાન 36 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,26,033 લોકોના મોત થયા છે.