રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ છે અને વીતેલા કલાકોમાં અમદાવાદ ,વડોદરા,વલસાડ સહિત 28 તાલુકાઓમાં વરસાદ પડયાના અહેવાલો છે.
અમદાવાદમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વીતેલા કલાકોમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 8 તાલુકામાં 4થી 7 ઇંચ મેઘ મહેર થઈ છે. જ્યારે સીઝનનો સરેરાશ 21 ઇંચ એટલે કે 64 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. 102 તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ પડ્યો છે.
કચ્છના રાપર તાલુકામાં ચાર ઇંચ,ભચાઉમાં બે ઇંચ, સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં બે ઈંચ, વલસાડ અને વાપી તાલુકામાં 7ઇંચથી વધુ કપરાડા,ઉમરગામ , અરવલ્લીના ભીલોડા અને પાટણના રાધનપુર તાલુકામાં વરસાદના અહેવાલ છે,સાબરકાંઠાના વિજયનગર અને હિંમતનગરમાં સારો વરસાદ વરસ્યો હતો. પાટણના રાધનપુર, સરસ્વતી અને હારીજ તાલુકામા વરસાદ પડયા ના અહેવાલો છે.
વલસાડ,વાપી, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદ પડયાના અહેવાલો છે.
હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.
