આજકાલ ફિલ્મી નટ લોકો પૈસા કમાવા ગમે તે હદે જઈ રહયા છે અને નાગા ફોટા પડાવી વરવું પ્રદર્શન કરી રહ્યા છે તે જોઈ સભ્ય સમાજ ચોંકી ઉઠ્યો છે અને આવા જાહેરમાં બીભત્સ તમાશા કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા ચર્ચાઓ ઉઠવા પામી છે,શુ આ બરાબર થઈ રહ્યું છે? આપ જો એક જાગૃત નાગરિક હોયતો પોતાનો મત ખૂલીને વ્યક્ત કરવો જોઈએ,આવા અખતરા સામે જો અવાજ નહિ ઉઠાવાય તો તેઓ આગળ વધતા રહેશે.
લોકોમાં ઘરોમાં માતા,બહેન,દીકરીઓ ની પરવા કર્યા વગર માત્ર કમાવા ખાતર જાહેરમાં આવું પ્રદર્શન કરનારા સામે પગલાં ભરવા જોઈએ જેથી ફરી આવી હરકતો ન કરે તેવી માંગ ઉઠી રહી છે.
ફિલ્મ અભિનેતા રણવીર સિંહે ન્યૂડ ફોટો શૂટ કરાવતા હવે જાણેકે નવો ટ્રેન્ડ શરૂ થયો છે રણવીર સિંહે પેપર મેગેઝિન માટે કરેલું ફોટોશૂટ જોઈને તમિલ અભિનેતા વિષ્ણુ વિશાલ પોતાની જાતને રોકી શક્યો નહીં અને કપડા વગર ફોટોશૂટ કરીને સોશિયલ મીડિયામાં ચર્ચા ઉભી કરી છે.
તમિલ એક્ટર અને બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાના પતિ વિષ્ણુ વિશાલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ આવી ન્યૂડ તસવીરો શેર કરી છે આમ હવે બધા અનુકરણ કરતા રહશે અને જાણે કે આ સારી વસ્તુ છે તેમ માની અભદ્રતા ફેલાવતા રહેશે.
રણવીર કપૂર ના નગ્ન ફોટા જોઈને અનેક લોકોએ પ્રશંસા કરતા હવે જાણે અન્ય લોકોને બહાનું મળી ગયું છે.
જોકે, આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા આવી જાહેરમાં થતી હરકતો સ્વીકારતી નથી અને આપણા દેશના વાતાવરણ થી વિપરીત થઈ રહયાની લાગણી અનુભવે છે.
આવા નગ્ન પ્રદર્શનથી જેતે ધંધાધારી લોકોને ફાયદો થતો હશે પણ જાહેર જનતા માટે કોઈ ફાયદો નથી, ઉલટાનું માસૂમ નવી પેઢીના માનસમાં વિપરીત અસરો ઉભી કરે છે અને પશ્ચિમ સંકૃતિનું વરવું વ્યભિચારી વાતાવરણ ઘુસી જતા તેના માઠા પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે તેમ મોટાભાગના લોકોનું માનવું છે.