વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો પણ ફેલાયો છે. તાવ,કમળો,ડેન્ગ્યુ,મેલેરિયા સહિત શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના પણ નવા 119 કેસ નોંધાયા છે.
શહેર અને જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 514 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 21 દર્દી દાખલ છે. જે પૈકી 3 દર્દી હાલ ઓક્સિજન પર છે.
હાલમાં શહેરમાં 476 લોકો ક્વોરન્ટીન છે.
વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી,દંતેશ્વર, દિવાળીપુરા, ફતેપુરા,ગોરવા, ગોત્રી, હરણી, જેતલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, સમા, સવાદ, સીયાબાગ, સુભાનપુરા, તાંદલજા, હેતપુરા, કેલનપુર, રતનપુર સોખડા, દશરથ, ખાનપુર, અંકોડિયા, દુમાડ, અસોજ, ગણપતપુરા, ખટમ્બા, રણોલી, ડાબકા, રસુલાબાદ, ખેડાકર મસિયા, વાઘોડિયા, દિપાપુરા, સાંધાસલ, દોલતપુરા પાંડુ, પોર, ગોસિન્દ્રા, મોભા અને બાજવા માં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.