આખરે ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પિતા બન્યો છે.
તેણે પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. કૃણાલે બે તસવીરો શેર કરી છે, જેમાં લખ્યું છે કે કવીર કૃણાલ પંડ્યા.
તસવીરમાં પુત્ર કવીર અને પત્ની પંખુરી પણ જોવા મળી રહી છે.
આ તસવીરો કૃણાલે શેર કર્યા પછી ફેન્સ તેને શુભકામના આપી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પિતા બની ગયો છે, કૃણાલ પંડ્યાની વાઈફ પંખુરી શર્માએ દીકરાએ જન્મ આપ્યો છે. કૃણાલ પંડ્યા અને તેની વાઈફ પંખુરી શર્મા લગ્નના સાડા ચાર વર્ષ બાદ માતાપિતા બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.27 ડિસેમ્બર 2017 ના રોજ કૃણાલ પંડ્યા અને પંખુરી શર્માના લગ્ન થયા હતા. કૃણાલ પંડ્યા અને તેમના પત્ની પંખુરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ છે અને પોતાના પુત્રની તસવીરો કૃણાલે શેર કર્યા પછી ફેન્સ તેને શુભકામના આપી રહ્યા છે.