ભરૂચ જિલ્લાના આફ્રિકામાં સ્થાયી થયેલા બે સગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ફાયરિંગ થતા બે પૈકી એક ભાઈ નું મોત નીપજ્યું છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા ગામના વાતની હોવાની વિગતો સામે આવી છે.
આફ્રિકાના કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા ત્યાં ગ્રોસરી શોપ ચલાવતા હતા જ્યાં બંને ભાઈ રાતે ઘરે સુતા હતા, ત્યારે નીગ્રો તસ્કરો તેમના ઘરમાં ઘૂસ્યા હતા.
રાત્રે 3થી 4 વાગ્યાના અરસામાં તસ્કરોની હિલચાલ ધ્યાને આવતા ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે અચાનક તસ્કર સામે આવી જતા ગભરાયેલા તસ્કરે સીધું ફાયરિંગ કરી દીધું હતું. ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાંજ ઢળી પડ્યો હતો.
દરમ્યાન ભાઈની મદદે આવનાર અજમદ ને પણ ગોળી મારવામાં આવી હતી, જેના હાથના ભાગે વાગતા તેને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાંજ સ્થાનિક ગુજરાતી પરિવારો ઉમટી પડ્યા હતા.
ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. ત્યારે બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકના મોતના પગલે ભરૂચના ટંકારીયા માં શોકની લાગણી પ્રસરી છે.