રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ પડ્યો છે,જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3 ઈંચ, વલસાડના કપરાડામાં 2 ઈંચ,ધંધુકામાં 1.5 ઈંચ,બોટાદના રાણપુરમાં 1.5 ઈંચ,નર્મદાના નાંદોદમાં 1.5 ઈંચ,બનાસકાંઠાના ધાનેરામાં 1 ઈંચ,અમદાવાદ શહેરમાં 1 ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે.
દરમિયાન ગુજરાતમાં પડેલા વરસાદ અને ઉપરવાસનાના વરસાદને લઈ ડેમોમાં પાણીની આવક થઈ છે અને રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ડેમ છલોછલ થયા હોય તેમાં સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે.
જ્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં હજુ પાણીની ખાસ આવક થઈ નથી, ત્યાંના 15 ડેમોમાં 24.38 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
આમ,હાલ પાણીની સમસ્યા દૂર થઈ છે.