યથાર્થ ગીતાના સંસ્થાપક સ્વામી અડગડાનંદ મહારાજના મીરજાપુર ખાતેના સકતેશગઢ સ્થિત પરમહંસ આશ્રમમાં આજે ગુરુવારે સવારે શંકાસ્પદ સંજોગોમાં ફાયરિંગ થતા
ગોળી વાગવાથી મૃત્યુ પામેલા સાધુ જીવન બાબા સિહોર જિલ્લાના શિવપુર (મધ્યપ્રદેશ)ના રહેવાસી છે. ઘાયલ સાધુ આશિષ મહારાજ (46)ની સારવાર ચંદૌલીની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણ મહિના પહેલા સુધી સાધુ જીવન બાબા આશ્રમના રસોડાનું કામ જોતા હતા. ત્રણ મહિના પહેલા જીવન બાબાએ કોઈ પર ઉકળતું તેલ ફેંક્યું હતું. જેના પર સ્વામી અદગદાનંદ મહારાજે તેમને આશ્રમમાંથી બહાર કાઢ્યા હતા.
જોકે આશ્રમમાં આવ-જા થતી હતી.
જીવનબાબા સાધુના કપડામાં રહેતા હતા પણ બુધવારે સાંજે તે આશ્રમમાં આવ્યા ત્યારે પેન્ટ-શર્ટ પહેરીને આવ્યા હતા તેથી કોઈ તેને ઓળખી શક્યું નહતું.
બાદમાં ઓળખાણ થતાં બધાએ તેની સાથે વાતચીત કરી અને તેઓ રાત્રે જમ્યા અને ત્યાં જ સૂઈ ગયા.
સ્વામી અડગડાનંદ મહારાજ દરરોજ સવારે પાંચ વાગ્યે ટહેલવા નીકળતા હોય તે ગુરુવારે સવારે પણ ફરવા નીકળ્યા હતા જ્યારે તેઓ પાછા તેમના રૂમમાં પહોંચ્યા, ત્યારે જીવન બાબા સ્વામીજીને મળવા માંગતા હતા તેની પાસે બે બંદૂકો હતી. જોકે,રૂમની બહાર ઉભેલા આશિષ મહારાજે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી
આરોપ છે કે જીવન બાબાએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ત્યારબાદ તેણે પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. જ્યારે આશિષ બાબાને પેટમાં ગોળી વાગી.
તેના પરથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અડગડાનંદ મહારાજની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યુ હોઈ શકે.
હાલમાં આશિષ મહારાજ ચંદૌલીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.