બોટાદના લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત બનેલા દર્દીઓ પૈકી 15 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ભાવનગર સર.ટી. હોસ્પિટલ 100 જેટલા દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન 19 દર્દીઓના મોત થયા હતા,
હાલ 47 જેટલા સારવાર હેઠળ છે અને 13 જેટલા દર્દી સારા થતા હોસ્પિટલ માંથી ઘરે ગયા હતા આજે બપોર બાદ 15 જેટલા દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની ચોકડી ગામેથી ઝેરી દેશી દારૂ પીવાથી બોટાદ પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં બરવાળા, રાણપુર તેમજ ધંધુકા તાલુકાના ગામડાઓના મોટી સંખ્યામાં લોકોએ દારૂ પીતા તેઓને તબિયત લથડતા ભાવનગર, અમદાવાદ, બોટાદ સહિતના હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા, આજરોજ 15 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રજા લેનાર દર્દીઓ એ જણાવ્યું હતું કે તેઓએ આ ઝેરી દારૂ પીધા બાદ આંખોમાં દેખાતું બંધ થઈ ગયું હતું અને હાલત ખરાબ થઈ ગઈ હતી.
તેઓએ કહ્યું ‘હવે કાયમ માટે દારૂ આજથી બંધ…..!