વડોદરામાં ચારધામ જઇને આવેલા 30 ટકા દર્દી સ્વાઇન ફ્લૂની ઝપટમાં આવી જતા તંત્ર દોડતું થઈ ગયું છે, શહેરમાંવરસાદના પાણીને પગલે મચ્છરજન્ય રોગચાળો હજુતો કાબુમાં આવે તે પહેલાં છેલ્લા 15 દિવસમાં એચ-1 એન-1 વાયરસથી થતો સ્વાઈન ફ્લૂ શહેરમાં જોવા મળી રહ્યો છે અને એક મહિનામાં શહેરમાં 60થી વધુ દર્દીઓ નોંધાયા છે. પૈકી 11 દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
જેમાં 30 ટકા દર્દીઓ ચારધામ કરી પરત આવેલા યાત્રાળુઓ હોવાનું નોધાયું છે.
આરોગ્ય વિભાગ મુજબ ગુરુવારે શહેરમાં કુલ 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે 27 અઠવાડિયામાં અત્યાર સુધી 87 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. શહેરની 14 પ્રાઇવેટ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બે સરકારી હોસ્પિટલ ગોત્રી અને સયાજીમાં પણ દર્દીઓ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.