વડોદરામાં મીટર વિના ફરી રહેલી રિક્ષાઓને ડિટેઇન કરવાનું પોલીસે અભિયાન શરૂ કરતાં રીક્ષા ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસે આવી 57 ઓટોરિક્ષા ડિટેઇન કરી હતી અને જાહેર જનતાને અપીલ કરી કે આવી રીક્ષા ફરતી દેખાય તો પોલીસને તરતજ જાણ કરો.
વડોદરા શહેરમાં 45 હજાર ઓટોરિક્ષા ફરી રહી છે અને તે પૈકીની અનેક રિક્ષાઓમાં મીટર લાગેલા નથી. જેથી રિક્ષાચાલક જે કંઇ ઉચ્ચક ભાડું માંગે તે મુસાફરે આપવું પડે છે. જેથી વડોદરા પોલીસ દ્વારા હવે આવા રિક્ષાચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે અને આવી રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી રહી છે.
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાયુ છે કે આવી ઓટો રિક્ષા ફરતી હોય તો 100 નંબર પર ફોન કરી વડોદરા શહેર ટ્રાફિક પોલીસને જાણ કરો.