ગુરુગ્રામમાં લગ્નના 13 દિવસમાંજ સાળાએ તેના બનેવીની હત્યા કરી નાખી હતી પોલીસે સેક્ટર-15 પાર્ટ-2માં હત્યાનો ખુલાસો કરતા જણાવ્યું કે તપાસમાં આરોપી સાળાએ જણાવ્યું કે લગ્ન બાદ તેનો બનેવી પોતાની બહેનને હેરાન કરતો હતો.
ગુરુગ્રામના સેક્ટર-15 પાર્ટ-2માં 27 જુલાઈએ થયેલા એક યુવકની હત્યાના કેસમાં પોલીસે કીર્તિનગરમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી મૃતકના સાળાનો પણ સમાવેશ થાય છે, જેણે પોતાની બહેનના લગ્નના 13 દિવસ બાદ પોતાના જીજા ની હત્યા કરી નાખી હતી.
આરોપીઓની ઓળખ સુરજીત ઉર્ફે બિટ્ટુ, રોહિત ઉર્ફે લાલા અને કર્ણ તરીકે થઈ છે.
આરોપીએ જણાવ્યું કે તેના બનેવી લગ્ન બાદ તેની બહેનને હેરાન કરતા હતા. તેને પણ સમજાવવામાં આવ્યો પરંતુ તે સમજવા રાજી ન થયો, ત્યારબાદ તેણે તેની હત્યા કરી નાખી. હરિયાણાના પૂર્વ મંત્રી રાવ ધરમપાલની કોઠી સેક્ટર-15 પાર્ટ-2 આજ વિસ્તારમાં છે. આની બાજુમાં મધ્યપ્રદેશના ટીકમગઢનો વતની ભૂરા (34) પ્લોટ નંબર 687માં રહેતો હતો અને છેલ્લા છ વર્ષથી ખાલી પડેલા પ્લોટમાં કેરટેકર તરીકે કામ કરતો હતો.
27 જુલાઈની બપોરે ભુરાનો એક પરિચીત તેને મળવા તેના ઘરે પહોંચ્યો હતો, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. લાંબો સમય રાહ જોયા બાદ પણ ભુરાએ દરવાજો ન ખોલતા યુવક દિવાલ પર ચઢીને અંદર પ્રવેશ્યો તો તેના હોશ ઉડી ગયા હતા. અંદર પહોંચીને જોયું તો ભુરાની લાશ લોહીથી લથપથ હાલતમાં પડી હતી. જે બાદ તેણે પોલીસને જાણ કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી સુરજીત અને રોહિતે જણાવ્યું કે તેઓ ઓટોરિક્ષા ડ્રાઈવર છે અને આરોપી કર્ણ ઓટો રિક્ષા માલિક સાથે સફાઈનું કામ કરે છે. 14 જુલાઈના રોજ આરોપી સુરજીત ઉર્ફે બિટ્ટુની બહેનના લગ્ન ભુરા સાથે થયા હતા. તે તેની બહેન ને હેરાન કરતો હોય સમજાવટ બાદ પણ તે ના માન્યો, ત્યારબાદ સુરજીતે તેના સાગરિતો સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું.
26-27 જુલાઈની રાત્રે ત્રણેય ભૂરાના ઘરે પહોંચ્યા અને તેની પર હુમલો કર્યો. આ પછી આરોપીએ કાતર વડે તેના માથા, ગળા, મોં, છાતી પર અનેક ઘા કર્યા અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસે જણાવ્યું કે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને બે દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.