મહારાષ્ટ્રમાં સતત બોલ બોલ કરી વિવાદમાં રહેતા સંજય રાઉત હાજર નહિ થતા આખરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓની ટીમ મુંબઈમાં શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે.
રાઉતને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવી શકે છે.
અગાઉ, તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલી તૈયારીઓને લઈ હાજરી માટે ED પાસે વધુ સમય માંગ્યો હતો. આ કેસમાં સંજય રાઉત મુખ્ય આરોપી છે.
સંજય રાઉત સામે 1034 કરોડ રૂપિયાના પત્રચાલ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે.જોકે,ઇડી એ તે સ્વીકાર્યુ ન હતું.
EDએ તેમને અનેક વખત સમન્સ જારી કર્યા છે. પરંતુ એક યા બીજા કારણોસર રાઉત ED સમક્ષ હાજર થઈ રહ્યા નથી. નાણાકીય તપાસ એજન્સી મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં પુનઃવિકાસ પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.
EDની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી છે. તેના પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ 1000 કરોડથી વધુના પત્ર ચાવલ જમીન કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરી રહી છે.