રાજસ્થાનના કોટામાં IITની તૈયારી કરી રહેલા ડૉક્ટર પુત્ર એવા 17 વર્ષના કોચિંગ સ્ટૂડન્ટે સુસાઈડ કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે, સ્થળ ઉપર મળી આવેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે- ‘સોરી મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. મારો પ્રેમ ખોટો ન હતો, પણ એક યુવક સાથે થયો હતો.’
રાજસ્થાનના કોટામાં IITની તૈયારી કરી રહેલા 17 વર્ષના કોચિંગ સ્ટૂડન્ટે ગળાફાંસો લગાવીને સુસાઈડ કરી લીધી છે. તેને સુસાઈડ નોટમાં લખ્યું- ‘સોરી મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. મારો પ્રેમ ખોટો ન હતો, પણ એક યુવક સાથે થયો હતો.’
વગતો મુજબ MPના છિંદવાડાના રહીશ 17 વર્ષીય પ્રથમ જૈન છેલ્લાં બે મહિનાથી રાજસ્થાનના કોટામાં મહાવીર નગર ફર્સ્ટ વિસ્તારમાં ફોર ટૂ હોસ્ટેલમાં રહી IITની તૈયારી કરતો હતો
શુક્રવાર સવારે તે કોચિંગ ગયો ન હતો. સવારે 10 વાગ્યે મિત્રો સાથે વાતચીત કરી અને તેમની સાથે ખાવાનું ખાધું. પછી મિત્રો જતા રહ્યાં, પ્રથમ પોતાના રૂમમાં જતો રહ્યો. બપોરે 2 વાગ્યે મિત્રોએ જ્યારે દરવાજો ખખડાવ્યો તો તેને ન ખોલ્યો.
મિત્રોને લાગ્યું કે તે સૂઈ ગયો હશે.
સાંજે મિત્રોએ ફરી દરવાજો ખખડાવ્યો, પરંતુ તેને ન ખોલતા શંકાસ્પદ જણાતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રૂમનો દરવાજો તોડ્યોતો પ્રથમ જૈન ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસને રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હતી
સુસાઈડ નોટમાં લખ્યું- સોરી, મમ્મી-પપ્પા, હું કોઈ વસ્તુને લાયક નથી. તમારો પુત્ર ઘણું લડ્યો, પરંતુ હારી ગયો. આટલા બધાં પૈસા મારી પાછળ બરબાદ કરવા માટે સોરી. હવે ખાલી ચૂચૂના અભ્યાસનો ખર્ચો થશે. મારો પ્રેમ ખોટો ન હતો, યુવક સાથે થયો હતો, પરંતુ એકદમ સાચો હતો. ભવ્યને ઘણો જ પ્રેમ કરું છું.
પોલીસે જણાવ્યું કે મૃતકે સુસાઈડ નોટમાં જે યુવક સાથે તેને પ્રેમ હોવાનો ઉલ્લેખ કર્યો છે, તે તેના નાનપણનો મિત્ર છે. આ અંગે તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ કરવામાં આવતા પરિવારના લોકો કોટા આવી પહોંચ્યા હતા અને આઘાતમાં સરી પડ્યા હતા.
પોલીસે આ કેસની આગળ તપાસ શરૂ કરી છે.