અમેરિકાએ અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીને મારી નાખ્યા બાદ અલ-ઝવાહિરીની બાતમી અમેરિકાને પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISIએ આપી હોવાનું જાણવા મળતા અફઘાનિસ્તાને પોતાના નેતાનો બદલો લેવા માટે ISIના કમાન્ડર સરફરાઝના હેલિકોપ્ટરને ટાર્ગેટ કરી ઉડાવી દીધું છે.
અલકાયદાના નેતા અલ ઝવાહિરીના મોત પાછળ પાકિસ્તાનનો પણ હાથ હોવાની અફઘાનિસ્તાનની સરકાર તાલિબાનને જાણવા મળતા તાત્કાલિક બદલો લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ISIના કમાન્ડરનું હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું છે અને તેનું મોત થયું છે. જાણવા મળેલી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં કમાન્ડર સહિત 6 લોકો સવાર હતા તે તમામના મોત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.31 જુલાઇના રોજ સવારે 6.18 કલાકે અલ-ઝવાહિરીની અમેરિકાએ હત્યા કરી હતી. અલઝવાહિરી કાબુલના શેરપુર વિસ્તારમાં છુપાયેલો હતો અને બાલ્કનીમાંથી બહાર આવતાની સાથે જ US ડ્રોને તેને ઠાર માર્યો હતો.
આ ઘટના બાદ ભડકેલા તાલિબાનોએ પાકિસ્તાની કમાન્ડર સરફરાઝને ઉડાવી દીધો હતો જે પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISIનો ખાસ હતો અને DGMI પણ રહી ચુક્યો છે. આ હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને અન્ય આતંકવાદી સંગઠનોએ અફઘાનિસ્તાનનું સમર્થન કર્યું છે. અલકાયદાએ બલૂચ આતંકવાદીઓ સાથે મળીને પાકિસ્તાન સેનાના હેલિકોપ્ટરને ઉડાવી દેતા કમાન્ડર સહિત 6 પાકિસ્તાનીઓ માર્યા જતા પાકિસ્તાન સેનામાં ભારે હંગામોમચી ગયો છે.