લમ્પી વાઇરસના કેરને પગલે છેલ્લા 20 દિવસમા દૂધ ઉત્પાદનમાં 27 ટકા જેટલો જંગી ઘટાડો આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં લમ્પી વાઇરસને કારણે હજ્જારો ગાયોના કરૂણ મોત થઈ ગયા છે પરિણામે તેની દૂધ ઉત્પાદન પર દેખાઈ રહી છે.
લમ્પી વાઇરસના કેરને પગલે છેલ્લા 20 દિવસમા 27 ટકા જેટલો જંગી ઘટાડો થયો છે.
મોરબીની સહકારી ડેરીમાં મે મહિનામાં દૈનિક દૂધની સરેરાશ આવક 156472 કિલો હતી જે જુલાઈમાં 113905 કિલો થઈ છે જે 27 ટકાનો ઘટાડો બતાવે છે. કચ્છમાં દૈનિક 20,000 કિલો ઘટ્યુ છે જે મૂળ આવકના 8થી 10 ટકા થવા જાય છે.
રાજકોટ ડેરીમાં દૈનિક આવક 3.50 લાખ કિલોથી ઘટીને 3,25,000 કિલો થઈ ગઈ છે.
માત્ર સૌરાષ્ટ્ર-કચ્છની જ વાત કરીએ તો દૈનિક 65,000 કિલો દૂધની આવક ઘટી છે.
સરકાર ભલે ગમેતે દાવા કરે પણ કચ્છ-સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં ગાયો મોતને ભેટી રહી છે પરિણામે પશુપાલન સાથે સંકળાયેલા લોકો અને ગામડાના ખેડૂતો કે જેઓ દુધાળા પશુઓ રાખે છે તેઓ ખુબજ નિરાશ થઈ ગયા છે પોતાના અબોલ પશુઓ તેઓની નજર સામે જ તરફડીને મૃત્યુ પામ્યા છે.
આવા સંજોગોમાં હજુપણ ગૌ વંશ ને બચાવી લેવા સરકાર ગંભીર બને તે જરૂરી છે.