મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક સાંસદોની અટકાયત કરવામાં આવી છે અને તેઓને સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરતા અટકાવવામાં આવ્યા હતા.
આ મામલે રાહુલ ગાંધીએ પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, અમે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે અમને રોક્યા. કેટલાય સાંસદોની અટકાયત કરવામાં આવી છે. તેઓને ખરાબ રીતે ખેંચવામાં આવ્યા અને માર મારવામાં આવ્યો હતો.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહેલા કોંગ્રેસના સાંસદોને પોલીસે અટકાવી દીધા છે.
મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસની માર્ચ, રાહુલ ગાંધી પણ જોડાયા છે
કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી અને બેરોજગારી સામે પોતાનો વિરોધ નોંધાવવા સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરી હતી. આ પદયાત્રામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ જોડાયા છે. કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે સ્પષ્ટ છે કે આ દેશમાં અમે લોકો પરના હુમલા સામે લડી રહ્યા છીએ. આ લડાઈ લાંબી છે અને અમે લડતા રહીશું. બેરોજગારી અને મોંઘવારી અમારા મુદ્દા છે.