વડોદરામાં સ્થાનીક ધારાસભ્યો કે સાંસદની ગેરહાજરી વચ્ચે રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય મંત્રી પ્રદીપભાઈ પરમારની હાજરીમાં ઉજવાયેલા વન મહોત્સવ ઉપર વરસાદે પાણી ફેરવ્યુ હતું એક તરફ પર્યાવરણ જાગૃતિ અંગે મોટી મોટી સરકાર વાતો કરી રહી છે પણ તે માટે નેતાઓ પાસે ટાઈમ જ નથી.
વડોદરા શહેર માં ૭૩મો વનમહોસ્તવ ઉજવાયો પરંતુ આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ ની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી જાણે કે ચૂંટણીઓ અગાઉ જ નેતાઓ થાકી ગયા છે.
જ્યારે અંગે મંત્રી પ્રદીપભાઈ પરમારને સવાલ કરતા તેઓના મોઢા ઉપર સ્મિત ફરી વળ્યુ હતું જોકે,તેઓએ અંગે ખુલાસો કરવાનું ટાળ્યું હતું.
વડોદરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના ૭૩ માં વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગુજરાતમાં ૧૦.૨૫ કરોડ વૃક્ષના રોપા નું વાવેતર કરવામાં આવશે,
આ સાથેજ રાજ્ય ના ૮ મહાનગરપાલિકા , ૩૩ જિલ્લાઓ , ૨૫૦ તાલુકાઓ તથા ૫૦૦૦ જેટલા ગામો માં જન ભાગીદારી થી વનમહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના કક્ષાના આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેરના રાજકીય નેતાઓ ની અનુપસ્થિતિ હાસ્યસ્પદ નીવડ્યો હતો અને ચર્ચાનો વિષય બન્યો હતો
આ પ્રસંગે મુખ્યમેહમાન તરીકે રાજ્ય મંત્રી પ્રદીપ પરમાર હાજર રહ્યા હતા અને તેઓએ ગુજરાત કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેઓની હાજરીને લઈ વડોદરા સામાજીક વનીકરણ વિભાગ ની લાજ જળવાઈ ગઈ હતી. સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ચાલતી યોજના માં ભાગ લેનાર ને સરકાર તરફી થી ચેક આપી વધુ માં વધુ વૃક્ષો રોપાય અને તેની કાળજી લેવાય એ બાબતે જાણકારી પાઠવી હતી. નર્સરી ના ભાગ રૂપે વૃક્ષો નો ઉછેર કરનાર ને સરકાર દ્વારા ચેક આપવામાં આવ્યા હતા ત્યારે આ યોજનામાં ગેરરીતિ ન થાય અને કાર્યક્રમનો હેતુ જળવાય તે જોવું રહ્યું.