અંગ્રેજી ભાષાના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી ઉપર અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.
એક ઈવેન્ટ દરમિયાન તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રશ્દીની ગરદનમાંથી ઘણું લોહી નીકળ્યું હતું. રશ્દી વેસ્ટર્ન ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં લેક્ચર આપવાના હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો.
હોસ્પિટલમાં રશ્દીની સર્જરી કરવામાં આવી છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
હુમલાખોરની ઓળખ ન્યુ જર્સીના 24 વર્ષીય હાદી માતર તરીકે થઈ છે.
ન્યૂયોર્ક સ્ટેટ પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક બેગ અને કેટલાક ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા છે.
અમે તપાસના પ્રારંભિક તબક્કામાં છીએ. એફબીઆઈના સભ્યો અમને તપાસમાં મદદ કરી રહ્યા છે.
અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે 75 વર્ષીય રશ્દી પશ્ચિમી ન્યૂયોર્કના ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂટમાં એક કાર્યક્રમ દરમિયાન તેમનું લેક્ચર શરૂ કરવાના હતા ત્યારે એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો અને રશ્દીને મુક્કો મારવા લાગ્યો. ત્યારબાદ છરી વડે હુમલો કર્યો હતો. રશ્દીને ગરદનમાં ઈજા છે. તે સમયે કાર્યક્રમમાં તેમનો પરિચય કરાવવામાં આવી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, હુમલાખોરે 20 સેકન્ડમાં રશ્દીને અનેક મારામારી કરી હતી. હુમલાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘટના બાદ સ્ટેજ પર ઘણું લોહી વહી ગયું હતું.
ત્યાં હાજર લોકોએ હુમલાખોરને પકડી લીધો હતો અને બાદમાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
રશ્દીને સ્ટેજ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.