રાજ્યમાં ફરી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સમુદ્રમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી તા.15 -16 ઓગસ્ટના રોજ વરસાદ પડી શકે છે, અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે અને રાજ્યનાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
રાજ્યમાં 24 કલાકમાં 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે,આ વર્ષે સારો વરસાદ પડ્યો છે પરિણામે ડેમ નદીઓ તેમજ સરોવરમાં નવા પાણીની આવક થઈ છે.