મહેસાણાના કડીમાં નિકળેલી તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનને ગાય માતાએ અડફેટમાં લીધા બાદ તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે જ્યાં તેઓને એક મહિનો આરામ કરવા ડોક્ટરે સલાહ આપતા નિતીન કાકાને એક મહિનાનો ખાટલો આવ્યો છે.
વિગતો મુજબ આજે સવારે 10:30 વાગે કડીના કમળ સર્કલ પાસેથી હર ઘર તિરંગા યાત્રા નીકળી હતી આ રેલીનું સાધુ-સંતો તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પ્રસ્થાન થયું હતું અને તેઓની આગેવાનીમાં જ રેલી નીકળી હતી.દરમિયાન રેલી કમળ સર્કલ, ગણેશ ચોક, વિજય ચોક, ગાંધી ચોક અને ટાવરથી અંદર થઈને શાકમાર્કેટ તરફ પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. તે જ સમયે રસ્તામાંથી અચાનક એક ગાય સામેથી દોડી આવી અને નીતિન પટેલ સહિત કેટલાકને અડફેટે લેતા
તેઓને સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં એક્સ-રે અને સિટીસ્કેન કરાવતા નીતિન પટેલને ડાબા પગના ઢીચણમાં માઇનોર ક્રેક થયુ હોવાનું જણાતા પ્રાયમરી બ્રેસ અને બીજી અન્ય દવાઓ આપી સારવાર અપાઈ હતી અને ઓછામાં ઓછા 4 વિક આરામ કરવાની ડોક્ટરે સલાહ આપતા હવે તેઓએ એક મહિનો પથારીમાં રહી આરામ કરવો પડશે.
