રાજ્યની કોલેજ માં ચૂંટણીઓ દરમિયાન રાજકારણ ઘૂસી જતા અનેક જગ્યાએ ઘર્ષણ થાય છે અને મોટાભાગે ચૂંટણી દરમ્યાન અભ્યાસ ના બદલે મારામારીના અડ્ડા બની જાય છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીના મતદાન દરમિયાન સુરતની ધારુકાવાલા કોલેજમાં ABVP અને AAPની વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે
છુટ્ટાહાથની મારામારી થઈ હતી.
યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ધારૂકાવાળા કોલેજ ખાતે બોગસ મતદાન થયું હોવાની શંકા જતા આમ આદમી પાર્ટીના સમર્થક મતદારો અન્ય સમર્થકો પણ કોલેજમાં જતા મારામારી થઈ હતી.
ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS(છાત્ર યુવા સંઘર્ષ સમિતિ) વચ્ચે છુટ્ટાહાથની મારામારી થતા પોલીસ દોડી આવી હતી અને મારામારી કરી રહેલા તત્વોને છુટા પાડ્યા હતા.
આમ,અહીં મારામારી થતા જાણેકે ભણવાને બદલે ગુંડાગીરી કરવા આવતા હોવાનું ચિત્ર ઉપસ્યું હતું.