(સપન ઉપાધ્યાય,સત્યડે પ્રતિનિધિ,વડોદરા દ્વારા)
કહેવાય છે કે રાજકારણમાં કાયમ કોઇ વેરભાવ નથી હોતો,એતો માત્ર રાજકીય દાવપેચ અને વિપક્ષ તરીકેની એક ફરજના ભાગરૂપે બધું ચાલતું હોય છે કારણ કે રાજકારણમાં એકબીજાનો વિરોધ કરનારા ઘણી વખત એક સાથે મિત્રોની જેમ જોવા મળતા હોય છે.
આવુજ કઈક વડોદરામાં જોવા મળ્યું
વડોદરામાં પરસ્પર એકબીજા ના નાક કાપનાર પાર્ટી આગેવાન એકસાથે એક સ્થળ પર ગણપતિજી ની સવારીનું સ્વાગત કરી દર્શન કર્યા હતા.
ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી એક સાથે વડોદરા શહેરની પ્રતાપ મડઘાની પોળમાં ઐતિહાસિક ગણપતિજી સ્થાપના સ્થળ પર એક સાથે જોવા મળ્યા તે દ્રશ્ય કહી શકાય કે ભાગ્યેજ આવો સંયોગ રચાય તે સંયોગ શ્રીજીના સાનિધ્યમાં રચાયો હતો.
વડોદરા શહેરમાં જ્યારે જ્યારે ગણપતિ બાપ્પા નું આગમન થવાની તૈયારીઓ ચાલુ થાય ત્યારે નેતાઓ વડોદરાના મોટા મોટા મંડળની મુલાકાતે પહોંચી જતા હોય છે,
ભાજપના શહેર પ્રમુખ વિજય શાહ, પૂર્વ વિપક્ષ નેતા-ચાલુ કોર્પોરેટર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ અને પોલીસ, કલેકટર ,મ્યુ. કમિશ્નર અને સત્તા પક્ષના સક્ષમ આગેવાન નેતાઓ ને અવારનવાર આંદોલન કરી હંફાવતા કે જેઓ હાલ આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કરનાર સ્વેજલ વ્યાસ પણ વડોદરાની ઐતિહાસિક ગણપતિજી પ્રતાપ મડઘાની પોળ સ્થાપના સ્થળ પર જોવા મળ્યા હતા, ગણેશજી નો પ્રેમ વડોદરા ના નેતાઓમાં ખૂબ રહેલો છે.
હવે જ્યારે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગણેશજી ની સ્થાપના પર અમુક નિયંત્રણ દૂર કરતા વડોદરા શહેરમાં ખૂબજ હર્ષઉલ્લાસ થી ગણેશ મહોત્સવ ની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ છે.
નોંધનીય છે કે મુંબઈ બાદ ગુજરાત ના વડોદરામાં શ્રીજીની સ્થાપના અને ઉજવણી ખુબજ રંગેચંગે અને મોટા પાયે થાય છે અને ખૂબ જ ઉંચી વિશાળ ભગવાન ગણેશજીની મૂર્તિઓ ભગવાનના અલગ અલગ સ્વરૂપમાં તૈયાર થાય છે અને સ્થાપના કરવામાં આવે છે ત્યારે એક વાતની તો નોંધ લેવાઈ કે શ્રીજીના દરબારમાં બધાજ સરખા ભક્ત છે અને એકબીજાનો વિરોધ કરનાર પણ અહીં શાંત થઈ જાય છે.