રાજ્યમાં આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે પણ ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા બાદ કોંગ્રેસે 58 ઉમેદવારો ફાઇનલ કર્યા હોવાની વાત છે.
છેલ્લી ત્રણ ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસે વ્યૂહરચનાના ભાગરૂપે ઉમેદવાર જાહેર કરનાર હોવાનું મનાય છે.
ગુજરાતમાં નક્કી કરાયેલા ઉમેદવારોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યુ છે. આથી, હવે કોંગ્રેસ ગમે તે સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેમ મનાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોત ધારાસભ્યો સાથે તેમજ પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે બેઠક કરી આગળની રણનીતિ તૈયાર કરી રહયા છે.
અશોક ગેહલોતે કહ્યું કે 22 વર્ષથી ગુજરાતમાં કુશાસન ચાલી રહ્યું છે અને ગુજરાત સરકારના પ્રધાન મંડળમાં થયેલા ફેરફારને લઈને પણ ટીકા કરી હતી તેઓએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવા દરેક એંગલથી વ્યૂહરચના ચકાસી રહયા છે.
રાજ્યમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતના નેતાઓ સાથે અલગ અલગ શહેરોમાં પ્રવાસ કરી બેઠકોનો દૌર શરૂ કર્યો છે.