સુરત વિસ્તારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવતા જાગૃત નાગરિક અને એડવોકેટ મેહુલ બોધરા ઉપર જીવલેણ હુમલો થયો છે.
આ હુમલોTRB જવાનના સુપર વાઇઝર સજાન ભરવાડ નામના ઇસમે કર્યો હોવાનું કહેવાય છે તેણે નિર્દયતાથી મેહુલ બોધરા ઉપર લાકડીઓ વરસાવી હતી અને ઘા માથાના ભાગે ઇજાઓ પહોંચાડતા મેહુલભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા.
બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
સુરતના કેનાલ રોડ પાસે TRB જવાન સહિત પોલીસના કેટલાક મળતિયાઓ જનતા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની ફરિયાદ એડવોકેટ મેહુલ બોઘરાને મળતા તેઓ ત્યાં પહોંચ્યા હતા તે વખતે કેટલાક શખ્સો ટેમ્પો રોકી હપ્તો લેતા હોવાનું જણાતા તે સમયે એડવાકેટ મેહુલ બોઘરાએ હપ્તો લેતા શખ્સોનું ફેસબુક લાઇવ શરૂ કરતા ગુસ્સે ભરાયેલા TRB સુપર વાઇઝર ભરવાડે રિક્ષા માં રહેલી લાકડી કાઢી કંઈપણ બોલ્યા વગર સીધો મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો જે ફેસબુક લાઇવમાં કેદ થઈ ગયું છે એડવાકેટ મેહુલ બોઘરા પોલીસના મળતિયાઓ હોવાનું આરોપ લગાવ્યો છે,તેમજ લોહીલુહાણ ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાઈ હતી.
આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો મેહુલ બોધરાના સમર્થનમાં આવ્યા હતા અને સરકાર અને પોલીસ વિભાગની ટીકા કરી હતી.
