રાજકોટમાં ભાજપના નેતાવજુભાઈ વાળાએ ભગવાન કૃષ્ણ સાથે નરેન્દ્ર મોદીની સરખામણી કરી હતી. જન્માષ્ટમી પર્વને લઈ આયોજિત એક ધર્મસભામાં કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ જેમ અધર્મ સામે લડ્યા અને સગાવાદ સામે કૃષ્ણ લડ્યા છે તેવી જ રીતે વડાપ્રધાન મોદીજી અધર્મ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદની સામે લડી રહયા છે.
આમ, વજુભાઇ એ નરેન્દ્રભાઈ મોદીની સરખામણી ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરતા લોકોમાં બરાબરના ટ્રોલ થયા હતા.
વજુભાઇ વાળાએ ગુજરાતમાં યોજાનારી ચૂંટણી અંગે પણ નિવેદન આપતા જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપને 182 બેઠક મેળવવી અઘરી છે પણ અશક્ય નથી.
મહેનત કરીએ તો ધાર્યુ પરિણામ મળેજ છે.
સાથેજ ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષ તરીકે લોકોમાં લોકપ્રિયતા હાંસલ કરી રહેલી આમ આદમી પાર્ટી સામે પ્રહાર કર્યા હતા અને કહ્યું કે ગુજરાતમાં ત્રીજો, ચોથો કે પાંચમો પક્ષ આવે પણ તો પણ ભાજપને કોઈ ફર્ક પડવાનો નથી અને ગુજરાતમાં ભાજપ જ જીતશે.
