વડોદરા મહાનગર પાલિકામાં ભરવાની થતી બાકી લાખ્ખોની લાયસન્સ ફી માટે મનપાના જમીન મિલકત શાખા દ્વારા વારંવાર ઉઘરાણી છતાં સન આઉટડોર્સ અને સુજલ એડર્વટાઈઝર પ્રા.લીના સંચાલકોએ રૂપિયા નહિ ભરી મનમાની કરતા ગયા વર્ષે મનપાની નોટીશને પણ ઘોળીને પી ગયા છે અને નવાઈની વાતતો એ છે કે સન આઉટડોર્સ અને સુજલ એડર્વટાઈઝર પ્રા.લીના હોર્ડિંગ્સ હજુપણ શહેરની શોભા વધારી રહયા છે.
હોર્ડિંગ્સ બોર્ડની બાકી લાયસન્સ ફી માટે મનપાના જમીન મિલકત શાખા (કોમ) દ્વારા ઉપરોક્ત બન્ને એજન્સીને નોટીશ અપાઈ હતી અને ચેક પણ રિટર્ન થયા છે આ મુજબના ભૂતકાળ ધરાવતી એજન્સીના બોર્ડ વડોદરામાં હજુપણ યથાવત હોય સબંધિત વર્તુળોમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.
સુજલ એડર્વટાઇઝર પ્રા.લીને મનપાએ અગાઉ જે નોટીશ આપી હતી તેમાં જણાવાયા મુજબ ખાનગી માલીકીની જગ્યામાં લાગતા હોર્ડીંગબોર્ડની તા.૩૦-૦૯-૨૦૨૧ સુધીની બાકી
પડતી લાયસન્સ ફી જમા કરાવવા બાબત નો ઉલ્લેખ છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સામાન્ય સભા ઠરાવ નં.૯૬/તા.૨૭-૧૦-૨૦૨૧ લગત
ઉપરોક્ત વિષય તથા સંદર્ભિત પત્ર બાબતે સામાન્ય સભા ઠરાવ
નં.૯૬/તા.૨૭-૧૦-૨૦૨૧ થી ખાનગી માલીકીની જગ્યામાં લાગતા હોર્ડીંગબોર્ડની તા.૩૦-૦૯-૨૦૨૧ સુધીની તમામ બાકી પડતી લાયસન્સ ફીની રકમ છ માસના સરખા હપ્તાથી તા.૩૧-૦૩-૨૦૨૨
સુધીમાં જમા કરાવવાનું ઠરાવવામાં આવેલ છે. તે મુજબ આપની બાકી નીકળતી હોર્ડીંગ બોર્ડની લાયસન્સ ફીની રકમ રૂ.૨,૫૦,૫૭,૩૫૦/- ભરવાપાત્ર થાય છે. જે આ સૂચનાં મળેથી તૂર્ત જસામાન્ય સભા ઠરાવ મુજબ અત્રે જમા કરાવવા જણાવવામાં આવે છે.
ત્યારબાદ આજ રીતે સન આઉટડોર્સ એજન્સીને પણ
હોર્ડીંગ બોર્ડની લાયસન્સફી ની બાકી રકમો જમા કરાવવા બાબત ટકોર કરવામાં આવી હતી.જેમાં મુદ્દાસર સ્પષ્ટ જણાવાયુ હતું કે
૧. આપની એજન્સી દ્વારા ખાનગી માલીકીની જગ્યામાં લગાડેલ હોર્ડીંગ બોર્ડ ની સને ૨૦૧૯-૨૦ ના
વર્ષની લાયસન્સ ફી ના રીર્ટન ચેકના રૂ. ૫૦,૦૭,૫૭૫/- ભરવા બાકી પડે છે.
૨.આપની એજન્સી દ્વારા સને ૨૦૨૦-૨૧ ના વર્ષની તા.૦૧-૦૪-૨૦૨૦ થી તા.૩૧-૧૨-૨૦૨૦ સુધીની
લાયસન્સ ફીની ભરવાપાત્ર રકમ આશરે રૂ.૫,૦૦,૦૦૦/- (સને-૨૦૧૯-૨૦ માં રજુ કરેલ ફોર્મ મુજબ
ગણતરી કરતા) ભરપાઈ કરવાની બાકી પડે છે.
૩. હાલના વર્ષ સને ૨૦૨૦-૨૧)ના ફોર્મ્સ પણ સને ૨૦૧૯-૨૦માં રજુ કરેલ ફોર્મ મુજબ આપના દ્વારા જમા
કરાવવાના બાકી પડે છે. અને અત્રે જે ફોર્મ જમા કરાવવામાં આવેલ નથી તે ફોર્મની સાઈટ ઉપર
જાહેરાતો લગાડેલ જણાયેલ છે. જેથી તે મુજબ ફોર્મ જમા કરાવી ભરવાપાત્ર રકમ અત્રે જમા કરાવશો.
૪. આપના દ્વારા સને- ૨૦૧૮-૧૯ના વર્ષમાં મેગા પબ્લીસીટીના નામે ભરેલ અરજી ફોર્મ ની લાયસન્સફી
રૂ.૧૧,૮૧,૭૫૦/- ભરવાની બાકી પડે છે. મેગા પબ્લીસીટીના પ્રોપ્રાઇટર તરીકે શ્રી નાનુભાઇ રમણલાલ
શાહની સહી કરેલ છે, જેથી તે રકમ પણ આપને ભરવાની થાય છે.
૫. આપના દ્વારા અગાઉ સને-૨૦૧૫-૧૬ ના વર્ષમાં સન કોમ્યુનીકેશન નામની એજન્સીના નામે વડોદરા
શહેરમાં ખાનગી માલીકીની જગ્યામાં હોર્ડીંગ બોર્ડ લગાડેલ હતા. જેની લાયસન્સ ફ્રી રૂ. ૩૪,૫૭,૪૧૩/ભરવાની બાકી પડે છે. સન કોમ્યુનિકેશનના પ્રોપ્રાઇટર તરીકે શ્રી કિરણ વસંતરાવ કદમ ની સહી
કરેલ છે. અને શ્રી નાનુભાઇ રમણલાલ શાહ એ મેનેજર તરીકે ની સહી કરેલ છે, અને જે સાઇડ ઉપર
સન કોમ્યુનિકેશના બોર્ડ લગાડેલ હતા તે સાઇડ ઉપર હાલમાં સન આઉટડોર્સના બોર્ડ લગાડેલ છે, તેથી
આ રકમ પણ આપની એજન્સીએ ભરવાની થાય છે.
૬. SPECIAL CIVIL SUIT ND,745 OF 1991 વડોદરા મહાનગર પાલીકા V/S ધ્વસીમ પબ્લીસીટી ના કેસમાં તા.૦૪૦૪-૨૦૧૯ ના રોજ થયેલ હુકમ મુજબ આપના દ્વારા રૂ. ૫૪,૪૭,૦૦૭/- ભરવાના થાય છે. સદર રકમ ભરવા
નામદાર કોર્ટ દ્વારા શ્રી નાનુભાઇ રમણભાઇ શાહ ના નામે હુકમ કરેલ છે. જેથી તે રકમ ભરવા તજવીજ કરશો.
સદર કેસ નો ચુકાદો સત્તાવીસ વર્ષ બાદ આવેલ છે, જે જાણમાં લઇ રકમ ભરવા તજવીજ કરશો. વધુમાં આપના દ્વારા સદર હુકમ સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં R/First Appeal No.4527 of 2019 દાખલ કરેલ હતી જે નામદારકોર્ટે તા.૨૮-૦૧-૨૦૨૧ ના હુકમથી ડીસ્પોઝ ઓફ કરેલ છે, જે જાણમાં લેવા વિનંતી.
૭. SPECIAL CIVIL SUIT NO.745 OF 1996 વડોદરા મહાનગર પાલીકા V/S રાજેશ પબ્લીસીટીના કેસમાં
તા.૨૩-૦૪-૨૦૧૮ ના રોજ થયેલ હુકમ મુજબ રૂ.૭,૬૪,૨૭૫,૦૬- ૨૭૫ ૮% વ્યાજ સાથે ભરવા હુકમ
થયેલ છે. સદર રમ કિયોસ્ક બોર્ડના ઇજારાની છે. જે તે વખતે રાજેશ પબ્લીસીટીના પ્રોપ્રાઇટર તરીકે શ્રી
નાનુભાઇ શાહ ના પિતા શ્રી રમણલાલ ફકીરચંદ શાહ નું નામ હુકમ માં દર્શાવેલ છે. જેથી તે રકમ ચુકવવા
પણ તજવીજ કરશો.
૮. આપના દ્વારા અગાઉ સને-૨૦૦૬-૦૭ ના વર્ષમાં સન કોમ્યુનીકેશન નામની એજન્સીના નામે હોર્ડીંગ બોર્ડની લાયસન્સ ફી પેટે આપેલ ચેકો રીર્ટન થયેલ છે. જેનો કોર્ટ કેસ પડતર છે. જેમા કંપનીના
પ્રોપરાઇટર તરીકે કિરણ વસંતરાવ કદમ નું નામ છે. તેઓ સન કોમ્યુનીકેશન નામની એજન્સીમાં નોકરી કરતાં હતા તેવુ સોગંદનામુ રજુ કરેલ છે. જેથી તે રકમ ચુકવવા પણ તજવીજ કરશો.
૯. આપના દ્વારા સને ૨૦૧૦-૧૧ ના વર્ષની ખાનગી માલીકીની જગ્યામાં લાગતા હોર્ડીંગ બોર્ડની સન આઉટ
ડોર્સના નામે રૂ.૨૮,૩૦,૩૫૯/- અને મેગા પબ્લીસીટીના નામે રૂ.૧,૦૮,૦૦૦/- નામદાર ગુજરાત
હાઇકોર્ટનો હુકમ થયેલ હોવા છતા જમા કરાવેલ નથી. જેથી તે રકમ ચુકવવા પણ તજવીજ કરશો.
ઉપરોકત લાયસન્સ ફીની રકમો ભરપાઇ કરવા આપને વારંવાર જણાવેલ છે. આમ ઉપરોકત અનુ નં. ૧ થી ૯ ની વિગતો વાળી હોર્ડીંગની બાકી લાયસન્સ ફી ની રકમ આપના
તરફથી વડોદરા મહાનગર પાલિકામાં જમા કરાવવાની બાકી પડે છે, જે તૂર્ત જ જમા કરાવશો. આ મુજબનો ભૂતકાળ રહ્યો છે અને કાનૂની પ્રક્રિયા ચાલતી રહી હોવાછતાં પણ આ એજન્સી યેનકેન પ્રકારે હોર્ડિંગ્સનો ધંધો ચાલુ રાખતા હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આમ આ એજન્સીઓ વિવાદમાં આવી હોવા છતાં પણ તેઓના હાલમાં શહેરમાં હોર્ડિંગ્સ ચાલે છે જે વાત સબંધિત વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.