રાજ્યમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકારે દારૂના અડ્ડા બંધ કરાવવા સૂચના આપી હોવાછતાં દારૂના અડ્ડા ચાલુ છે અને પોલીસ લાંચ માંગી છૂટછાટ આપતી હોવાનો એક કીસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરતના મહીધરપુરા પોલીસ મથકનો કોન્સ્ટેબલ જીજ્ઞેશ દારૂના કેસમાં નામ નહિ ખોલવા માટે 30 હજારની લાંચ લેતાં એ.સી.બી.ના હાથે લાલ દરવાજા પાસે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
મહિધરપુરા પોલીસે થોડાક દિવસો પહેલા મહિલા પર દારૂનો કેસ કર્યો હતો. આ કેસમાં મહિધરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ દલજીભાઇ પાંત્રોડએ એક વ્યક્તિને ફોન કરી આ કેસમાં તારું નામ ખુલે છે. તેવું કહી જો કેસમાં નામ નહીં ખોલવું હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. જો કે આખરે રકઝકના અંતે 30 હજારની લેવાના નક્કી કર્યા હતા.
રંગે હાથ ઝડપાયો
આ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં એસીબીની ટીમે છટકું ગોઠવી કોન્સ્ટેબલને 30 હજારની લાંચ લેતા દિલ્હીગેટ પોલીસ ચોકીની બાજુમાં આવેલ કર્મ્ફટ હોટલની નીચે પાર્કીગમાંથી ઝડપી પાડ્યો હતો. એસીબીની ટીમે કોન્સ્ટેબલની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.