સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા ઉપર ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના બાદ સુરતના વકીલોમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને વકીલ મેહુલ બોઘરાને મારનાર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
સાજન ભરવાડને જ્યારે કોર્ટ સંકુલમાં લાવવામાં આવ્યો ત્યારે વકીલોએ સાજન ભરવાડ હાય હાયના નારા લગાવ્યા હતા.
જ્યારે સાજન ભરવાડના સમર્થનમાં રબારી સમાજના પણ યુવકો મોટી સંખ્યામાં હાજર રહેતા તણાવની સ્થિતિ ઉભી થઇ હતી.
મેહુલ બોઘરા સાથે સમગ્ર સુરતના વકીલોનું સમર્થન હોય પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવે તેમજ મેહુલ બોઘરા સામે જે એક્ટ્રોસિટીની કલમ લગાવવામાં આવી છે તે પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જોકે,
સાજન ભરવાડ તરફથી સુરતના કોઈપણ વકીલે તેના તરફથી કેસ લડવાની તૈયારી બતાવી ન હતી અને સુરતના બાર એસોસિએશન સહિત હાઇકોર્ટના વકીલ મંડળે પણ સાજન ભરવાડનો કેસ લડવા માટે તૈયારી દાખવી ન હતી. જેને કારણે મુંબઈથી જેકે શાહે વકીલપત્રક ભર્યું હતું.
આમ,વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.