ભાજપમાં બે મોટા નેતાઓ કદ પ્રમાણે વેતરાયા છે ત્યારે આગામી 48 કલાકમાં ગુજરાત કેબિનેટમાં ફેરબદલ થવાની શકયતા અંગેની વ્યાપક ચર્ચા જોરમાં ચાલી રહી છે.
એક વર્ષ પણ નથી થયું ને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બે મોટા ફેરફારો થઈ ગયા છે,તેવામાં ભાજપ હાઈ કમાન્ડની સૂચનાથી ફેરફારોની રાજકીય ચર્ચાઓ વચ્ચે આવનાર સમયમાં હજુ પણ મોટો ફેરફારો થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગની લેબ બની રહી છે. ત્યારે હજુ પણ ફેરફારો થઈ શકે તેવી ચર્ચા છે
આવતીકાલે રવિવારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ ગુજરાતની મુલાકાતે છે,ત્યારે તેઓના આગમન પહેલાં જ ભૂપેન્દ્ર પટેલના બે મોટા મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી વિભાગો આંચકી લેવામાં આવ્યા જેમાં સુરતના પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો છીનવી લેવાયો અને રાજેન્દ્ર ત્રિવેદી પાસે અચાનક મહેસુલ વિભાગ છીનવી લેવાયો તે વાત ભારે ચર્ચાસ્પદ બની છે.
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં રાજ્યના વિવિધ મોરચા અને નેતાઓની અલગ અલગ બેઠક યોજાવાની છે અને સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળવાની છે.
વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા થવાની છે જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ હાજર રહેશે.
એક વર્ષ પણ નથી થયું ને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બે મોટા ફેરફારો થઈ ગયા છે. તેવામાં ભાજપ હાઈ કમાન્ડની સૂચનાથી ફેરફારોની રાજકીય ચર્ચાઓ વચ્ચે આવનાર સમયમાં હજુ પણ મોટો ફેરફારો થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગની લેબ બની રહી છે. ત્યારે હજુ પણ ફેરફારો થઈ શકે છે.