બંગાળની ખાડીમાં લોપ્રેશર સર્જાતા રાજ્યમાં ફરી તા 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થતા તા.22 અને તા.23 એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીસહિત 23 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લા સહિત અમદાવાદમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે
22 અને 23 ઓગસ્ટ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.