બાબા રામદેવની કંપની પતંજલિના કહેવાતા દેશી ઘીનું સેમ્પલ ફેઇલ સાબિત થતા પતંજલિ ના ઘી સામે સવાલો ઉઠ્યા છે.
પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનું સેમ્પલ ખાદ્ય સંરક્ષા અને ઔષધિ વિભાગ દ્વારા ટિહરી જનપદના ઘનસાલીમાં એક દુકાનમાંથી લેવામાં આવ્યું હતું. તપાસમાં સેમ્પલ નિષ્ફળ થઈ જતા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, મેં આજથી 11 વર્ષ અગાઉ કહી દીધું હતું કે આ ઠગ છે !!
તેઓની દરેક વસ્તુમાં મિલાવટ છે, પરંતુ ભગવા વસ્ત્ર પહેરીને જનતાને છેતરી રહ્યો છે. ખબર નહીં જનતાને કયું કેમિકલ મળાવીને ‘ગાયના દૂધનું ઘી’ બતાવીને ખવડાવી રહ્યો છે.
ઘીના સેમ્પલની તપાસ બાદ જ્યારે ખાદ્ય સંરક્ષા વિભાગ દ્વારા કંપનીને નોટિસ જાહેર કરવામાં આવી તો કંપનીએ રાજ્યની લેબોરેટરીના રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો જોકે,
ખાદ્ય સંરક્ષા અને ઔષધિ વિભાગે ઘીનું સેમ્પલ ફરી તપાસ માટે કેન્દ્રની લેબોરેટરીમાં મોકલ્યું તો અહીં પણ પતંજલિનું સેમ્પલ નિષ્ફળ સાબિત થઈ જતા હવે બાબા રામદેવ લોકોના નિશાના પર આવી ગયા છે.