ગુજરાતના બે મંત્રીઓના ખાતા છીનવાઈ ગયા અને તે પૈકી એક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના પીએ એવા પ્રેમલ મોદીની સીબીઆઈ દ્વારા અટકાયત અને પુછતાછ કરવામાં આવી હોવા અંગેના કેટલાક માધ્યમોમાં નામજોગ સમાચારો આવ્યા બાદ ભારે ચકચાર મચી હતી પણ આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે જે મંત્રીના પીએ પ્રેમલ મોદીની અટકાયતની વાત માત્ર અફવા સાબિત થઈ છે કારણ કે જે પીએની અટકાયતની વાત કરવામાં આવી હોવાની વાતો ફેલાઈ હતી તે પીએ તેમની ઓફીસમાં મોજુદ જણાયા હતા.
