કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી કોંગ્રેસને અલવિદા કરી દીધું છે.
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ સંદર્ભમાં સમાચાર આપ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આ નિર્ણય લીધો છે જે ઘણી રીતે મહત્વપૂર્ણ કહેવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના પાર્ટી છોડવાના સમાચાર ઘણા દિવસોથી ફેલાઈ રહ્યા હતા. આખરે પાર્ટીના દિગ્ગજ નેતાએ આ નિર્ણય લઈને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ગુલામ નબી આઝાદનું કોંગ્રેસ છોડવું પાર્ટી માટે કોઈ મોટા આંચકાથી ઓછું નથી.