રાજ્યમાં હવે કોંગ્રેસના આગેવાનો ધીરેધીરે જાહેરમાં જનતાના વિકાસની વાતોના નિવેદનો કરી રહયા છે.
રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પત્રકારોને જણાવ્યું કે ભાજપ સરકારને દારૂની આવક વધે તથા ઉદ્યોગપતિ, પોલીસ અને ખુદ સરકારની આવક બમણી કરવાની ચિંતા છે પણ સરકારને લોકોના આરોગ્યની ચિંતા નથી.
તેઓએ કહ્યું કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો આરોગ્ય ક્ષેત્રે વિકાસ કરીશું.
રાજ્યમાં સરકારી દવાખાના ફાઈવ સ્ટાર કક્ષાનાં બનાવવામાં આવશે.
રાજકોટ શહેરની નાગર બોર્ડિંગ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે,અમારા સંકલ્પ પત્રમાં દર્શાવેલી સારવાર દિલ્હીમાં પણ ઉપલબ્ધ છે.
અમારો સંકલ્પ પત્ર ગુજરાતને વિશ્વ સ્તરે લઇ જવાનો છે.
2022ની વિધાનસભાની ચુંટણી બાદ કોંગ્રેસ સરકાર આવશે તો ગુજરાતના નાગરીકો માટે તમામ સરકારી દવાખાનાઓને ફાઈવ સ્ટાર કક્ષાના બનાવી દેવામાં આવશે.
કોંગ્રેસ હવે અદ્યતન આરોગ્ય સેવા આપવાના વચન આપવા સાથે પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજ્યના નાગરીકોને આધુનિક સરકારી કે ખાનગી હોસ્પિટલમાંથી સારી સારવાર મળી શકે તે માટે દરેક નાગરીકનો રૂ.10 લાખ સુધીનું વિમા કવચ મળશે જેથી દરેક માન્ય હોસ્પિટલોમાં રૂ.10 લાખ સુધીની સારવાર વિનામુલ્યે થઈ શકશે.જીલ્લા કક્ષાની હોસ્પિટલોમાં ગંભીર પ્રકારના રોગની વિનામુલ્યે સારવાર કરવામાં આવશે. હ્રદય રોગ, કીડની, કેન્સર જેવા ગંભીર રોગો માટે વોર્ડ શરૂ કરીને સારવાર વિનામુલ્યે ઉપલબ્ધ કરાવશે.